
Keshod Junagadh News : ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. હવે જુનાગઢના કેશોદમાં એક બે દીકરીની માતા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું છે. મહિલા પર દુષ્કર્મ આચાર્યા બાદ આ નરાધમોની નજર મહિલાની બે દીકરી પર હતી. દુષ્કર્મના બનાવમાં એક મહિલાની પણ સંડોવણી છે. પોલીસે આ મહિલા સહિત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
નર્સિંગનો કોર્સ કરાવનારે મહિલા પર દુષ્કર્મ આચર્યું
ભોગ બનનાર મહિલા તેની બે દીકરીને અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી પર લગાવવા ઇચ્છતી હતી, આથી અર્બન હેલ્થ સેન્ટરમાં જ ફરજ બજાવતી શ્રદ્ધાબેન રાહુલભાઈ ગોહેલ નામની મહિલાનો સંપર્ક કર્યો હતો. આ મહિલાએ ભોગ બનનાર મહિલાની બંને દીકરીને કેશોદમાં નર્સિગનો કોર્સ કરાવતા નરેન્દ્ર મનસુખભાઈ ઝાલા સાથે ઓળખાણ કરાવી હતી. નરેન્દ્રએ ફરિયાદી મહિલા સાથે બંને દીકરીને નોકરી અપાવવાની લાલચ આપી પોતાની ઓફિસે બોલાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
“અમે આવું કરીને જ આગળ આવ્યાં છીએ” : આરોપી મહિલા
ફરિયાદી મહિલાએ તેની સાથે થયેલ દુષ્કર્મની ઘટનાની વાત આરોપી મહિલા શ્રદ્ધાબેનને કરતા તેણે એવું કહ્યું કે આવું બધુ કરીને જ અમે આગળ આવ્યાં છીએ. ત્યારબાદ કેશોદના બંને આરોપીઓએ મહિલાની બંને દીકરીને નોકરી અપાવવા જુનાગઢના રજનીકાંત મોહનભાઈ વાછાણી સાથે મુલાકાત કરાવી હતી.
બંને દીકરીને નોકરી અપાવ્યાં બાદ જુનાગઢના શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યું, કહ્યું “તારામાં મજા ન આવી, તારી દીકરીને તૈયાર રાખજે”
બંને દીકરીને નોકરી અપાવ્યાં બાદ 11 મહિના પુરા થતા જુનાગઢના આરોપી રજનીકાંત વાછાણીએ પીડિત મહિલાના ઘરે આવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલાને કહ્યું કે તારામાં મજા ન આવી તારી દીકરીને તૈયાર રાખજે. પીડિત મહિલાએ તેવું કરવાની ના કહેતાં બંને દીકરીને નોકરીએથી કાઢી મુંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલા સહિત ત્રણેય વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
પીડિત મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કેશોદ પોલીસે શહેરની શ્રદ્ધાબેન રાહુલભાઈ ગોહેલ, કેશોદના નરેન્દ્ર મનસુખભાઈ ઝાલા, જુનાગઢના રજનીકાંત મોહનભાઈ વાછાણી સામે કાવતરું રચીને દુષ્કર્મ આચરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.