
ગુજરાતમાંથી વધુ એક જાસૂસ ઝડપાયો છે. ગુજરાત ATS દ્વારા જાસુસી કરતા પોરબંદરના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસુસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા આ વ્યકિતની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.
ગુજરાત ATSએ જાસૂસ પકડ્યો
પોરબંદરથી ગુજરાત ATSએ જાસુસને પકડ્યો છે. પોરબંદરનો સ્થાનિક વ્યક્તિ કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસુસી કરતો હતો. આ જાસૂસ આ માહિતી કોને પહોંચાડતો હતો તેને લઇને આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે. ભારતીય સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પણ તેને કોને પહોંચાડી છે અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેને લઇને પણ મોટા ખુલાસા થઇ શકે છે. ગુજરાત ATS દ્વારા આ ઘટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા પણ કરવામાં આવી શકે છે.