
વલસાડના પરિવારને સસ્તામાં જમીન આપવાનું કહી ઠગાઈ કરનાર ઓલપાડ ના શખ્સને નેપાળ બોર્ડરથી ભરૂચ પરત ફરતી વેળા એ દાહોદ ખાતે થી ઝડપી પાડ્યો હતો. વલસાડ સીટી પોલીસ સસ્તામાં જમીન આપવાનો ઝાંસો આપીને છેતરપિંડી કરીને દુબઈ નાસી ગયા બાદ ઈરાન અને નેપાળ બોર્ડર થી ફરી ભારત માં પ્રવેશ કર્યો હતો.
દસ્તાવેજ મગાવાયા હતા
વલસાડના નાનાતાઈવાડ મસ્જિદ પાસે રહેતા અને બેચર રોડ પર આવેલી ઓરચીડ હોસ્પિટલ બિલ્ડીંગમાં સીએ ફર્મ ચલાવતા મોહમ્મદ સહદ અબ્દુલ લતીફ કરૂ ની પેઢીમાં વલસાડના ઘાંચીવાડમાં ઘર જમાઈ તરીકે રહેતા મૂળ સુરત ઓલપાડ તાલુકાના ઓરમા ગામના મોટા ફળિયામાં રહેતા મોહમ્મદ ઝમીર હાજી શેખ વર્ષ 2022 સુધી ઇન્કમટેક્સની ફાઈલનું કામકાજ કરાવ્યું હોવાથી ઓળખાણ હતી આ દરમિયાન મોહમ્મદ ઝમીર શૈખ સીએ ફર્મ ચલાવતા મોહમ્મદ સહદ કરૂ ને તેમના બચતના નાણા જમીન માં રોકવાની સલાહ આપી ને તેમની માલિકીની ઓલપાડ અને ઓરમાં ગામે આવેલી જમીન સસ્તા ભાવે વેચવાની હોવાનું જણાવ્યું હતું જે બાદ સીએ ફર્મ ચલાવતા બંધુઓને બતાવવા માં આવેલ જમીન પંસદ પડતા તેઓએ દસ્તાવેજો માંગ્યા હતા.
પૈસા પરત ન આપ્યા
આ સમયે મોહમ્મદ ઝમીર શૈખે તેના પિતા સહિતના સંબંધીઓના નામે ચાલી આવેલી ગામની જમીનના કાગળો બતાવીને દસ્તાવેજ બનાવી આપવાની ખાતરી આપી હતી જે બાદ આરોપીએ તેની જમીન 10 કરોડની કિંમતની છે તે અડધી કિંમતમાં વેચવાની તૈયારી દર્શાવતા બંને જમીનનો શોધો રૂપિયા ૪.૭૨ કરોડમાં નક્કી કર્યો હતો જે પેટે આરોપીએ 2.36 કરોડ ચૂકવી દેવાયા હતા.. જે બાદ ક્રિપ્ટો કરન્સી ના નફામાં પણ મોટો લાલચ આપી 40% ભાગ આપવાની લાલચ આપી 20 લાખ રોકડા પડાવી લીધા હતા જે બાદ જમીનના સોદાની શરત મુજબ ઓર માની જમીનનો સાટાખત કરી આપવાનું કહેતા મોહમ્મદ ઝમીર શેખે યોગ્ય ઉત્તર આપ્યો નહોતો જે બાદ આરોપી દ્વારા દસ્તાવેજ પણ ન કરી આપવામાં આવતા અને પૈસા પણ પરત ના આપતા આખરે બંને બંધુઓ દ્વારા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
નેપાળથી ભારત આવ્યો
આ ફરિયાદ બાદ ઝમીર શેખ દુબઈ ભાગી ગયો હતો ત્યાંથી તે ઈરાન અને ઈરાનથી નેપાળ આવ્યો હતો જેના પર પોલીસ સતત વોચ ગોઠવી હતી જે નેપાળ ઉતર્યો અને ભારતમાં પ્રવેશ્યો ત્યારે તેના પર વોચ ગોઠવી તે ભરૂચ પહોંચે તે પહેલા જ તેને દાહોદ નજીકથી ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો હાલ આરોપીની ધરપકડ કરી વલસાડ સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી લુકાઈ છુપાઈને નેપાળની બીરગંજ બોર્ડરથી ભારતમાં પ્રવેશયો હતો અને ત્યારબાદ તે પોતાના ઘરે જઈ રહ્યો હતો.
વોચ ગોઠવાઈ હતી
આરોપી જ્યારે નેપાળ એરપોર્ટ પર ઉતર્યો ત્યારથી જ ચોક્કક્સ બાતમી ના આધારે વોચ ગોઠવી હતી અને ત્યાં થી ઓનઅરાઈવલ વિઝા નો ફાયદો ઉઠાવી ભારત માં પ્રવેશ્યો હતો જે અંગે યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિલન્સને એક્ટિવ કરવામાં આવ્યું હતું જેના આધારે તે ત્રણ મારફતે મુસાફરી કરતો હોવાની હકીકત મળતા વલસાડ સીટી પોલીસની ટીમને દાહોદ ખાતેથી આરોપી ઝમીર શેખને ઝડપી પાડ્યો હતો હાલ વધુ તપાસ સીટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.