સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. સાથે જ મફત વાહન પીયુસી ચેક-અપ કેમ્પ અને કૂલિંગ ઝોન એટલે કે મફત છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

