મોરબીના માળીયાના વર્ષામેડી ગામમાં તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોનાં મોત નિપજ્યા છે. ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્રણેયના મૃતદેહને પી.એમ. માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. નોંધનીય છે કે, ગઈકાલે જ ભાવનગરમાં સિદસરના બોર તળાવમાં 5 બાળકી ડૂબી જતા મોત થયા હતા.

