રાજ્યમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. મહેસાણાના મહેસાણાના કડી ખાતે વ્યાજખોરોના ત્રાસથી આધેડ વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 61 વર્ષીય ઈશ્વરભાઈ નાઈએ વ્યાજખોરો પાસેથી 30 હજાર 20 ટકાના વ્યાજે લીધા હતાં. 30 હજારના વ્યાજખોરોને દોઢ લાખ ચુકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો તેમને પઠાણી ઉઘરાણી કરતા હતાં.

