Junagadh News : જૂનાગઢ પંથકમાંથી સરકારી અનાજનો જથ્થો પકડાયો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબોને અપાતો જથ્થો પકડાયો. આ અનાજનો જથ્થો ઘરે ઘરેથી ઉઘરાવી વેચાણ કરવાની મોડસ ઓપરેન્ડી હતી. આ મામલે કુપન ધારકો સરકારી અનાજનો જથ્થો રીક્ષા ચાલકોને વેચી રહ્યા હતા, જે બાદ રીક્ષા ચાલકો માર્કેટીંગ યાર્ડ અને ખૂલી બજારમાં અનાજનો જથ્થો વેચતા હતા. આ મામલે ચાર રીક્ષા સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો અને ગોડાઉનમાં રહેલા 5.44 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

