અમદાવાદમાં ન્યુ શાહીબાગ વિસ્તારની સોસાયટીમાં નવી કમિટી બનાવવા બાબતે ફરિયાદ નોંધાઇ છે. અક્ષર રેસીડેન્સી સોસાયટીમાં બન્ને પક્ષે બોલચાલ બાદ મારામારી થઇ હતી. નવી કમિટી બનાવવા મળેલ મીટિંગમાં બોલાચાલી થઇ હતી અને તે બાદ આ વાત કમિટીની મીટિંગમાં હાજર સભ્યો વચ્ચે મારામારી સુધી પહોંચી ગઇ હતી. આ ઘટનાને લઇને નરોડા પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષના 9 લોકો વિરૂદ્ધ ક્રોસ ફરિયાદ નોંધવામાં આવી છે.

