ગુજરાતમાં દારૂબંધીને લઈને અવારનવાર સરકાર સામે સવાલો ઉઠે છે. પરંતુ આ વખતે તો સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય ફરિયાદ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ખૂલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ SP અને PIને રજૂઆત કરી છે કે પોલીસે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય તે બંધ કરાવવું જોઈએ. આટલું જ નહીં ધારાસભ્યએ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે મૌખિક રજૂઆત કરી છે. તો આગામી સમયમાં આ બાબતે રાજ્યપાલને પત્ર લખીને રજૂઆત કરશે તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. બીજી તરફ, ભાજપના ધારાસભ્યએ દારૂબંધી સામે સવાલ ઉઠાવતાં સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. તો ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે.

