મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હિંદોલ્યા ગામમાં ગ્રામજનોએ માછી ધુડાભાઈ નામના પુરુષની તેની જ કારમાં અપહરણ કરીને બાદમાં હાથ-પગ બાંધીને જાહેરમાં તાલિબાની સજા આપી હતી અને માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ પુરુષને પરિવારજનોએ ણાવાડા ની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો છે. ગ્રામજનોએ આવું શા માટે કર્યું તેની પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી.

