સુરતના વેડરોડ સ્થિતિ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે અષાઢ સુદ - ૯ હરિજયંતીના દિવસે હજારો હરિભક્ત મહિલા પુરૂષોએ શ્રીહરિકૃષ્ણ મહારાજનો દૂધથી અભિષેક કર્યો હતો. ભગવાનને અભિષેક કરાયેલ દૂધ બધું એકઠું કરી લેવામાં આવ્યું હતું. આ ભગવત પ્રસાદિના દૂધનું ૧૫000 પંદર હજાર ઉપરાંત ભાવિકોએ પાન કરાવાયું હતું.

