નસવાડી તાલુકાના ખાપરીયા ગામના આશા વર્કર અને બેંકમાં વી.સી તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હતા. જેની જાણ થતાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. 5 વર્ષથી ડુબ્લીકેટ દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેનશન મેળવી સરકારને ચૂનો લગાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેને લઇ મામલતદારે તપાસ ધમધમાટ શરૂ કર્યો હજુ બીજા વધુ લોકોએ પણ બોગસ દસ્તાવેજો થી લાભ લીધો હોવાનો ભાજપના નેતાનો આક્ષેપ છે.

