ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. તો બીજી તરફ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ઔદ્યોગિક શહેર સુરતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરબી સમુદ્રને અડીને આવેલા સુરતમાં આવેલા મુખ્ય ઔદ્યોગિક એકમો, રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

