
Banaskantha News: બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. જિલ્લામાં વધુ એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં અસમાજિક તત્વો બેફામ બન્યા છે. જગાણા હાઇવે પરના પાર્લર પર અસમાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા ટોળાએ પાર્લરની તોડફોડ કરી હતી અને ત્રણને ઘાયલ કર્યા હતા. પાર્લર માલિક પાસેથી 17 હજારની લૂંટ પણ કરવામાં આવી હતી. આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. અસમાજિક તત્વોના આતંકની ઘટના પાર્લરમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ દ્વારા લુખ્ખાગીરી કરતા અસમાજિક તત્વોને નાથવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.