ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે અમુક બિહારી લોકોને બાંગ્લાદેશી સમજીને પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે માહિતી આપી હતી. આ પછી પોલીસે તાત્કાલિક બિહારના એ ચાર યુવકોના ડોક્યુમેન્ટ મંગાવીને તપાસ કર્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

