છોટાઉદેપુર જિલ્લામાં બેફામપણ રેતી ભરેલા ટ્રકો દોડી રહ્યાં છે. ઓવરલોડેડ ટ્રકો માતેલા સાંઢની જેમ અકસ્માતો સર્જી રહ્યાં છે. રેતી ભરવા માટે આવતી ટ્રકો ઝડપથી ફેરા મારવા અને સુરત પહોંચવા માટે બેફામપણે ડ્રાઇવરો ટ્રક હંકારે છે. ત્યારે બોડેલી એસટી ડેપોથી નીકળેલી એસટી બસને ટ્રક ચાલકે ટક્કર મારતા બસમાં 6 મુસાફરો બેસેલા હતા. તેઓનો આબાદ બચાવ થયો છે. એસટી બસને ભારે નુકશાન પહોંચ્યું છે. 100 ટન રેતી ભરેલી 20 ટાયર વાળી ટ્રક ડ્રાઈવર મૂકીને ડ્રાઈવર ફરાર થયો હતો. જ્યારે બેફામ દોડતા ટ્રક ચાલકોને નાથવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરે તેવી લોકમાંગ ઉઠી છે.