Home / India : MSP fixed on Kharif crops 5 major decisions of the Union Cabinet meeting

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાની જાહેરાત; કેન્દ્રીય કેબિનેટની બેઠકના 5 મોટા નિર્ણય

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાની જાહેરાત; કેન્દ્રીય કેબિનેટની બેઠકના 5 મોટા નિર્ણય

કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં પાંચ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતા ખરીફ પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) હેઠળ 2,07,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ખેડૂતોને સસ્તા દરો પર વ્યાજ અપાવવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ સિવાય ત્રણેય મુખ્ય પરિયોજનાઓને પણ લીલી ઝંડી આપવામાં આવી છે જેમાં આંધ્ર પ્રદેશમાં 4 લેન બદવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં 135 કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલલાઇન અને મધ્ય પ્રદેશમાં 41 કિલોમીટર લાંબો રતલામ-નાગદા રેલલાઇનને પહોલી કરવાની યોજના સામેલ છે.

MSP માટે 2,07,000 કરોડ રૂપિયાની મંજૂરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ખરીફ વિપણન સત્ર 2025-26 માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ને મંજૂરી આપવામાં આવી છે જેનો ખર્ચ 2,07,000 કરોડ રૂપિયા થશે. આ સમર્થન કિંમત કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (CACP)ની ભલામણો પર આધારિત છે જેમાં ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% લાભ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સિવાય દેશ-દુનિયાની કિંમત, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને ગેર-કૃષિ ક્ષેત્ર વચ્ચે વેપાર સંતુલન જેવા કેટલાક મહત્ત્વના પાસા પર પણ વિચાર કરવામાં આવશે.

ખેડૂતો માટે વ્યાજ સબસિડી યોજના

ખેડૂતોને કાર્યકારી મૂડી (વર્કિંગ કેપિટલ)ની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે. આ યોજના પર 15,642 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) દ્વારા લોન આપવામાં આવશે.

વ્યાજ સબસિડી યોજનાની વિગતો:

આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી, બાગાયતી પાકો સહિતની ગતિવિધિઓ માટે 3 લાખ રૂપિયા સુધી અને સહાયક કૃષિ પ્રવૃત્તિઓ (જેમ કે પશુપાલન, માછલી ઉછેર વગેરે) માટે 2 લાખ રૂપિયા સુધીની લોન 7% વાર્ષિક રાહતદાર વ્યાજ દરે આપવામાં આવશે.

સરકાર આ યોજનામાં 1.5% વ્યાજની સહાય પૂરી પાડે છે, અને જો ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તો તેમને વધારાના 3%ની છૂટ મળે છે. આ રીતે, ખેડૂતોને કુલ મળીને માત્ર 4% વ્યાજ ચૂકવવું પડે છે, જે તેમના માટે ખૂબ ફાયદાકારક છે.

2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં.

દેશભરની 449 બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક જ પોર્ટલ સાથે જોડવામાં આવી છે, જેથી ખેડૂતોને લોન મેળવવી વધુ સરળ બનશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મોટી જાહેરાત

બીજો મહત્ત્વનો નિર્ણય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે, જેમાં આંધ્રપ્રદેશના બદવેલથી નેલ્લોર સુધી 108 કિલોમીટર લાંબા 4-લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ 3,653 કરોડ રૂપિયાના ખર્ચે BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) ટોલ મોડલ પર 20 વર્ષની અવધિમાં પૂર્ણ થશે.
આ હાઇવે રાષ્ટ્રીય રાજમાર્ગ-67 (NH-67)નો ભાગ હશે અને કૃષ્ણપટ્ટનમ પોર્ટ સાથે સીધો સંપર્ક પૂરો પાડશે.

આ માર્ગ વિશાખાપટ્ટનમ-ચેન્નઈ (VCIC), હૈદરાબાદ-બેંગલુરુ (HBIC) અને ચેન્નઈ-બેંગલુરુ (CBIC) જેવા ઔદ્યોગિક કોરિડોરના મુખ્ય નોડ્સને જોડશે.

TOPICS: msp cabinet
Related News

Icon