
આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની. રમતા રમતાં ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા. ત્યારે કાર અંદરથી અચાનક લૉક થઇ જતાં બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે ચારેય બાળકો મૃત્યુ પામી ગયાની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો હતો.
પરિજનો શોધવા નીકળ્યા ત્યારે ખબર પડી કે...
ઉલ્લેખનીય છે કે જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બૂમાબૂમનો અવાજ લોકો સાંભળી પણ નહોતા શક્યા. આ ઘટના વિજયનગરમના દ્વારપુડી ગામમાં બની હતી. જ્યારે આ બાળકો ઘણીવાર સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો શોધવા નીકળ્યા હતા. આ સમયે ચારેય બાળકોની લાશ મળી હતી.
મંત્રીએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
આ ઘટના વિજયનગરના દ્વારપુડી ગામમાં બની હતી. રવિવારે સવારે રજા હોવાથી તમામ બાળકો રમવા ગયા હતા. ઘણીવાર સુધી ઘરે પાછા નહોતા આવ્યા. પરિવારજનો તેમને શોધવા નીકળ્યા ત્યારે ચારેયના મૃતદેહો કારમાં ફસાયેલા જડ્યા હતા. આ કાર ગામના મહિલા સામુદાયિક કેન્દ્રના પાર્કિંગમાં પડી હતી. ચારેયની ઓળખ ઉદય (8 વર્ષ), ચારુમતિ (8 વર્ષ), કરીશ્મા (6 વર્ષ) અને મનસ્વિની તરીકે થઇ હતી. આખા ગામમાં માતમ જેવો માહોલ પ્રસરી ગયો છે. આંધ્રપ્રદેશના મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસને પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.