
Rajkot news: જમ્મુ કાશ્મીર હુમલા અંગે સામાજિક આગેવાન પરષોત્તમ પીપળિયાએ વિવાદિત પોસ્ટ કરી છે. પરષોત્તમ પીપળિયાએ કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, પહેલગામ હુમલામાં જાતિ પૂછીને પ્રવાસીઓને માર્યા છે. પરંતુ જાતિ પુછીને મારવાની શરૂઆત ગુજરાતથી થયેલી છે. ગુજરાતના ગોધરાકાંડ અને પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.
જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. એવું કહેવાય છે કે, આતંકીઓએ પ્રવાસીઓની જાતિ પૂછીને શૂટ કર્યા હતા. પરષોત્તમ પીપળિયાએ ૨૦૦૨ રમખાણ અને પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આવી રીતે જાતિ પૂછીને હુમલાની શરૂઆત ગુજરાતમાંથી થઈ હતી.
પોસ્ટ મુદ્દે પરસોત્તમ પીપળિયાનો દાવો છે કે, આતંકવાદીઓને કોઇ ધર્મ હોતો નથી. માત્ર ધર્મ પુછીને હુમલો કરવાની વાત ગળે ઉતરે તેવી નથી. આપણે આ મુદ્દે જ્ઞાતિ અને ધર્મને બાજુએ મૂકીને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ.