Vadodara Crime News: વડોદરાના દરજીપુરા વિસ્તારમાંથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવ્યો છે. તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા 27 વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી.

