નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીમાંથી એક CRPF જવાનને પકડ્યો છે. તે પાકિસ્તાનને દેશ સાથે જોડાયેલી સંવેદનશીલ જાણકારી મોકલતો હતો. મળતી માહિતી અનુસાર જવાનને જાણકારી મોકલવાના પૈસા મળતા હતા. તે આ કામ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો. Operation Sindoor બાદ દેશમાંથી કેટલાક જાસૂસ પકડાયા છે. તાજેતરમાં કચ્છમાંથી પણ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલવાના આરોપમાં હેલ્થ વર્કર તરીકે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

