
Bharuch news: ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ જીઆઈડીસીમાં એક ખાનગી ફાર્મા કંપનીમાં 25મે રવિવારે બપોરે ભીષણ આગનો બનાવ બન્યો. આગ એટલી વિકરાળ હતી કે આગની જવાળાઓ દૂર-દૂર સુધી નજરે પડતી હતી. આગ ભીષણ હોવાથી તંત્રએ મેજર કોલ જાહેર કરવાની નોબત આવી હતી. જો કે, ખાનગી કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલા એક ખાનગી કંપનીમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. જેને લઈ આગની જવાળાઓ દૂર સુધી જોઈ શકાતી હતી. આગને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે આવી આગ પર કાબૂ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે, ભીષણ આગ હોવાથી તંત્રએ મેજર કોલ જાહેર કર્યો હતો. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું.