Home / World : Infiltration in America hit hard, Patel family of Mehsana shattered, daughter's body found

અમેરિકામાં ઘૂસણખોરી પડી ભારે, મહેસાણાના પટેલ પરિવારનો વિંખાયો માળો, 16 દિવસ બાદ મળી દીકરીની લાશ 

અમેરિકામાં ઘૂસણખોરી પડી ભારે, મહેસાણાના પટેલ પરિવારનો વિંખાયો માળો, 16 દિવસ બાદ મળી દીકરીની લાશ 

વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી છે. બે અઠવાડિયા અગાઉ મહેસાણાના આનંદપુરા ગામના એક પરિવારને  મેક્સિકોથી અમેરિકા જવા માટે હોડીમાં સવાર થયા હતા. પરંતુ હોડી સેન ડિએગો કિનારે પલટી જતાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાંથી 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 16 દિવસ બાદ 14 વર્ષીય માહી પટેલ (પુત્રી) નો મૃતદેહ કેલિફોર્નિયાના દરિયામાંથી મળી આવ્યો છે. જ્યારે તેના માતા-પિતા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી એક હજી કોમામાં છે. મહેસાણા જિલ્લાના પટેલ પરિવારે ઘૂસણખોરોને ₹ 2.60 કરોડથી વધુ ચૂકવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગત 21મેના રોજ ટોરે પાઇન્સ સ્ટેટ બીચ (સેન ડિએગોના) પરથી એક રાહદારીને માહીના અવશેષો મળ્યા હતા. ગુરુવારે કેલિફોર્નિયા સ્ટેટ પાર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઓફિશયલ દસ્તાવેજો અનુસાર મૃતક 5મેના રોજ ડેલ માર બીચ પર પલટી ગયેલી પાંગા (નાની માછીમારી બોટ) માંના મુસાફરોમાંથી એક હતી. 21મેના રોજ એક રાહદારીને ટોરે પાઈન્સ સ્ટેટ બીચ પરથી માનવ અવશેષો મળ્યા અને તેણે સ્થાનિક એજન્સીનો સંપર્ક કર્યો હતો. જોકે મૃત્યુનું કારણ અને રીત અંગે વધુ તપાસ ચાલુ છે.

 

Related News

Icon