
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani) હવે હોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. એક્ટ્રેસ ઓસ્કર વિજેતા ડાયરેક્ટર કેવિન સ્પેસીની ફિલ્મ હોલીગાર્ડ્સ સાથે હોલિવૂડમાં ડેબ્યુ કરશે. આ સુપરનેચરલ એક્શન-થ્રિલર ફિલ્મ મેક્સિકોમાં શૂટ થઈ છે અને તેમાં ઘણા મોટા ઈન્ટરનેશનલ સ્ટાર્સ સામેલ છે. આ ફિલ્મ દ્વારા કેવિન સ્પેસી 20 વર્ષ બાદ ફરી દિગ્દર્શન કરશે, જેના કારણે દર્શકો ખાસ ઉત્સાહિત છે.
હોલીગાર્ડ્સની વાર્તા અને કાસ્ટ
હોલીગાર્ડ્સ એક સુપરનેચરલ એક્શન-થ્રિલર ફિલ્મ છે, જે સ્ટેચિગાર્ડસ વર્સિસ હોલીગાર્ડ્સ નામની ફ્રેન્ચાઈઝીનો ભાગ છે. તેમાં દિશા પટનીની સાથે પ્રખ્યાત હોલિવૂડ સ્ટાર્સ ડોલ્ફ લુંડગ્રેન (રોકી IV, ધ એક્સપેન્ડેબલ્સ), ટાયરેસ ગિબ્સન (ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ) અને બ્રિઆના હિલ્ડેબ્રાન્ડ (ડેડપૂલ, લૂસિફર) પણ જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ મેક્સિકોના ડુરેંગોમાં થશે. તેનું ટ્રેલર 2025ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિશા (Disha Patani) જાન્યુઆરીમાં ડુરેંગોમાં શૂટિંગ માટે ગઈ હતી, તેના સીન ખૂબ જ શાનદાર છે અને ફેન્સને મોટી સરપ્રાઇઝ મળી શકે છે.
દિશા પટણીનું ફિલ્મ કરિયર
દિશા (Disha Patani) એ 2015માં તેલુગુ ફિલ્મ 'લોફર' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 2016માં 'એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' થી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે 'કુંગ ફૂ યોગા' (2017) માં જેકી સાથે, 'બાગી 2' (2018), 'ભારત' (2019), 'મલંગ' (2020), 'કલ્કિ 2898 AD' અને 'કંગુઆ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 2019માં તે ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100 લિસ્ટમાં પણ સામેલ હતી. દિશા (Disha Patani) ઉત્તર પ્રદેશના બરેલીથી છે અને તેના પિતા પોલીસ ઓફિસર અને મોટી બહેન ખુશ્બુ ભારતીય સેનામાં લેફ્ટિનન્ટ છે.
ઉત્સાહિત છે ફેન્સ
દિશા (Disha Patani) ની એક BTS (Behind the Scenes) તસવીર હાલમાં જ વાયરલ થઈ હતી, જેણે ફેન્સનો ઉત્સાહ ખૂબ વધારી દીધો છે. તે ભારતમાં પણ ;વેલકમ ટુ ધ જંગલ; નામની ફિલ્મમાં જોવા મળશે, જે 2025માં રિલીઝ થશે. આ ફિલ્મ અક્ષય કુમાર, સંજય દત્ત અને રવીના ટંડન જેવા સ્ટાર સાથે એક મોટો પ્રોજેક્ટ છે. દિશા (Disha Patani) નું હોલિવૂડ ડેબ્યુ ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે.