'પુષ્પા-2'ને હવે થિયેટરમાં રિલીઝ થવામાં 8 દિવસ બાકી છે પરંતુ આ પહેલા જ તે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મ વિશ્વભરમાં એક શાનદાર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ પહેલેથી જ યુએસમાં 'RRR' અને 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી શ્રેષ્ઠ પરફોર્મ કરી રહી છે. સોમવારે ટ્રેડ ટ્રેકર વેંકી બોક્સ ઓફિસે યુએસ પ્રીમિયર માટે ફિલ્મનું એડવાન્સ બુકિંગ કલેક્શન શેર કર્યું છે.

