અભિનેતા-દિગ્દર્શક અનુપમ ખેર આ દિવસોમાં તેની ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' માટે ચર્ચામાં છે, જે 18 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની વાર્તા 21 વર્ષની એક છોકરી પર આધારિત છે જે 'ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર' થી પીડાય છે. તે તેની માતા વિદ્યા અને દાદા કર્નલ પ્રતાપ સાથે રહે છે. ફિલ્મનું નિર્દેશન કરી રહેલા અનુપમ ખેર આ ફિલ્મમાં કર્નલની ભૂમિકા ભજવી છે. હવે તે તેની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે.

