બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો બેસ્ટ એક્ટર સૈફ અલી ખાન અત્યારે તેની ફિલ્મ 'દેવરાઃ પાર્ટ 1'ને લઈને ચર્ચામાં છે. સૈફ અલી ખાન આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સૈફ અલી ખાનનો મોટો દીકરો ઈબ્રાહિમ અલી ખાન ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે. હવે સૈફ અલી ખાને આ અહેવાલો પર આડકતરી રીતે પોતાનું મૌન તોડ્યું છે.

