Dwarka news: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનો સીલસીલો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ વધી રહી છે. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. સૌરાષ્ટ્રના મહત્ત્વના એવા ખંભાળિયા-પોરબંદર હાઈવે પર આજે સવારે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, બાદમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

