
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. આગામી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આકરા તાપથી લોકો ત્રસ્ત
રવિવારે (આઠમી જૂન) અમદાવાદમાં 40.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 14મી જૂન સુધી તાપમાન 42 સુધી પહોંચતાં ગરમીનું પ્રમાણ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાતોને મતે 14 જૂન બાદ અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. અલબત્ત, ગરમીનું પ્રમાણ પણ યથાવત્ રહેશે.
પોલીસે હાથ ધરી તપાસ
જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી અને ઈમેલના મૂળને શોધવા માટે સાયબર તપાસ શરુ કરવામાં આવી છે. અમદાવાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.