Home / Gujarat / Gandhinagar : GPSC interview controversy: Opposition leader writes open letter to Chief Minister,

GPSC ઈન્ટરવ્યુ વિવાદ: વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર, લગાવ્યા ગંભીર આરોપ

GPSC દ્વારા પ્રથમ વખત ફૂડ ઈન્સપેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા મામલે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો. જેમાં GPSCની પરીક્ષામાં મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો..તેમણે મૌખિક ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં  પારદર્શકતા લાવવા કરી માંગ કરી છે..તેમણે ઇન્ટરવ્યૂ પેનલમાં એસ.ટી., એસ.સી અને ઓબીસીના એક એક સભ્યો રાખવા કરી માંગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈન્ટરવ્યુનું ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ પણ થવું જોઈએ

આ સાથેજ ઈન્ટરવ્યુનું ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ પણ થવું જોઈએ..ઇન્ટરવ્યૂ પેનલમાં બેસનાર સભ્ય કોઈ સંસ્થા, કોઈ સામાજિક સંસ્થા કે કોચિંગ ક્લાસ સાથે જોડાયેલો ન હોવો જોઈએ,,તેવી પણ સીએમને પત્ર લખીને અમિત ચાવડાએ રજૂઆત કરી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થતાં ભરતી પ્રક્રિયામાં ફેરફારની માગ કરી છે.

ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ વિવાદ સર્જાયો

જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ એવો બચાવ કરે છે કે ચિઠ્ઠી ખેંચી અને કોડ નંબરથી ઈન્ટરવ્યૂ રૂમમાં જવાનું હોય એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ એ તકહિન દલીલનો છેદ ઉડી ગયો છે.

Related News

Icon