Gram Panchayat Elections In Gujarat: ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (22 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 81 લાખ જેટલાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ અને દીકરો સામસામે ચૂંટણી લડ્યા છે. તમને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.

