ભારતીય સેનાના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ત્યારબાદ જામનગર સહિતના દરિયા કિનારે એસ.ઓ.જી. સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકિંગની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

