કોંગ્રેસે ગુજરાતમાં સરકાર બનાવવા માટે કમર કસી છે. કોંગ્રેસ ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાન કરશે. તેનાથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે. ગુજરાત માટે AICC અને પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખની નિમણૂક માટે જવાબદારી સોંપવામાં આવી છે. ૪૧ પ્રદેશો માટે AICCના ૪૩ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. એક AICC ઓબ્ઝર્વર સાથે પ્રદેશ કોંગ્રેસના 4 નિરીક્ષકો રાખવામાં આવશે.

