અમદાવાદમાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં BMW કારે અન્ય એક કારને ટક્કર મારી હતી. તે બાદ BMW કાર સીધી ડિવાઇડર તોડીને તેમાં ઘુસી ગઇ હતી. જોકે,આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આ અકસ્માતને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

