રાજ્યમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજકોટમાં નકલી પોલીસનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના અમૂલ સર્કલ પાસે બાઈક ચાલક પાસેથી રૂપિયા 23 હજાર પડાવ્યાની ફરિયાદ સામે આવી છે. બે શખ્સોએ એક બાઈક ચાલકને રોક્યો હતો અને પોલીસની ઓળખ આપીને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી.

