સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસમાં રાંદેર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા.ક્રાઇમ બ્રાંચની ટીમેને બાતમી મળી હતી કે, રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાંચની ટીમે તા. 25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી.

