ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે ચ રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્ત્વનો ચ માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ-5 થી ઘ-5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ ત્રણ મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે.

