નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્યવન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડાને ખૂલે રસ્તા પર ભટકતા જોયો હતો અને તેનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને લઈ પર્યટકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આ વિસ્તારની નજીક આવેલા જંગલ સફારીમાં દીપડો ઘૂસી ગયો હતો જેના પરિણામે કેટલાક નિર્દોષ વન્યપ્રાણીઓના મોત થયા હતા. હવે ફરીથી આરોગ્યવન નજીક દીપડાની હાજરીના નિર્દેશો મળતા વનવિભાગની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

