હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઇ રહ્યો છે, 140 વર્ષ પછી મહાકુંભનો આ યોગ સંયોગ સર્જાયો હોવાથી દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવે છે. ત્યારે સાધ્વી ગીતા હરીને પ્રથમ મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે. સાધ્વી ગીતા હરી મૂળ ગુજરાતના છે. શ્રી પંચાયત નિર્મલ અખાડા દ્વારા તેમને મહામંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે.

