Dwarka news: દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જીની ટીમે બોગસ બિલ બનાવી જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કોભાંડ ઝડપી પાડ્યું છે. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. આ આખા કૌભાંડમાં ત્રણ કરોડનું કૌભાંડ આચરાયું છે. જેમાં કુલ 93 લોકો સામે ગુનો દાખલ થયો છે.

