વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુજરાત વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન કેટલાક ખર્ચ બાબતે ગૃહમાં જિગ્નેશ મેવાણીએ સવાલ પૂછ્યો હતો જે બાદ વિવાદ ઉભો થયો હતો. જિગ્નેશ મેવાણીએ બનાવટી બિલ સાચા તરીકે રજૂ કરી એનો ગૃહમાં પર્દાફાશ કર્યો હતો અને આ મુદ્દે વેલમાં ધસી જતા એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?
જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે.મેવાણીએ કહ્યું કે, ચૂંટણી ખર્ચના બિલોમાં કૌભાંડ બાબતે જિગ્નેશ મેવાણીએ ગૃહમાં ભાગ લીધો હતો.બજેટ સત્ર ઉપર ભાગ લેતા મને સસ્પેન્ડ કરાયો.વિધાનસભાનો નિયમ ઋષિકેશ પટેલ લઈને આવ્યા અને મારી સ્પીચ રેકોર્ડ ઉપરથી દુર કરાઈ.
દાહોદ, પાંચમહલ, ભરૂચ, ગીર સોમનાથ પોરબંદર, જામનગર,ગાંધીનગર, સહિત અન્ય કલેકટરને ચૂંટણી ખર્ચ બાબતે ચર્ચા કરી હતી.પોરબંદરમાં 20 લાખનો મંડપ ખર્ચ કરાયો જેના બદલે 2 કરોડ 96 લાખનો ખર્ચ મંડપનો બતાવ્યો પરંતુ બિલ 3 કરોડનું બનાવ્યું હતું એટલે પોરબંદર સહિત અન્ય જગ્યા ચૂંટણી ખર્ચ કૌભાંડ સામે આવ્યું છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, જામનગરમાં એક અધિકારીએ 90 લીટર ઈંધણ વાપર્યું એવું બિલ મુક્યુ હતું.આવા ખોટા બનાવટી બિલો નાગરિકના ટેક્સના પૈસા ખોટા વપરાય છે.નકલી કચેરીઓ ફાટી નીકળી તે બાબતે મેં ચર્ચા કરી હતી.2023માં શહેરી વિકાસ અંતર્ગત 7માં માળે જેલ સ્વરૂપે વાપરતા હતા.રાજ્ય સરકારે વિધાનસભા ખાતેથી બાંહેધરી આપવી જોઈએ કે હું આવા નકલી લોકોને જેલમાં મોકલીશ પરંતુ ભાજપના ધારાસભ્ય એવા લોકોને બચાવવા માંગે છે.આ નકલી જેલમાં 4 અધિકારી સામેલ છે.