સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર
રાજકોટ શહેર-જિલ્લામાં ગાજવીજ સાથેના વરસાદે જળબંબોળ કરી દીધા હતા. સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે બે વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં ત્રણ ઇંચ વરસી જતાં માર્ગો જળબંબોળ થઇ ગયા હતા. કોટડા સાંગાણીમાં બપોરે ત્રણ વાગ્યાથી એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ તુટી પડયો હતો. જેથી ગોંડલ નદી અને વાછપરી નદીમાં પૂર આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ગત સાંજે ૪ થી ૫-૩૦ વાગ્યાની વચ્ચે આભ ફાટયું હોય એમ દોઢ કલાકમાં જ સુપડાધારે પાંચ ઇંચ વરસાદ વરસી જતા ગ્રામજનો ફફડી ગયા હતા. ભારે વરસાદથી ૧૦૦૦ એકરમાં વાવેલી મગફળીનાં કાઢેલા પાથરા તણાઇ ગયા હતા. ધોરાજી અને જસદણમાં એક ઇંચ, મોટી મારડમાં અઢી ઇંચ, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા, પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.