પાકિસ્તાનમાં આતંકવાદીઓ એક પછી એક તેમના બીલમાંથી બહાર આવી રહ્યા છે. હવે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની નવી તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં હાફિઝ સઈદની સાથે પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરી પણ જોવા મળી રહ્યો છે. હાફિઝ સઈદ જમાત-ઉદ-દાવાનો ચીફ છે. તે આતંકવાદી સંગઠન લશ્કરનો વડા છે. તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ એ જ હાફિઝ સઈદ છે જેણે 26/11 મુંબઈ હુમલો કર્યો હતો.

