
પહેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા.
પાકિસ્તાન ભારતની એરસ્ટ્રાઇકથી ડરી ગયું છે. પાકિસ્તાન મોડી રાતથી સતત ભારતના અલગ અલગ શહેરો પર હવાઇ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ પોતાના સુદર્શન ચક્ર S-400ની મદદથી તેના એટેકને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ છે.
દિલ્હીની ઐતિહાસિક બિલ્ડિંગોની સુરક્ષા વધારાઇ
દિલ્હીના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. પાકિસ્તાન સાથે વધતા તણાવને જોતા દિલ્હીમાં તમામ ઐતિહાસિક બિલ્ડિંગોની સુરક્ષા વધારવામાં આવી છે.
LoC પર સેનાએ પાકિસ્તાનના કેટલાક બંકરોને ઢેર કર્યા
ભારતીય સેના દ્વારા LoC પર કેટલાક પાકિસ્તાની બંકરોને નષ્ટ કરવામાં આવ્યા છે. ગુરૂવાર રાત્રે પાકિસ્તાનના ડ્રોન હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. સુત્રો અનુસાર ભારતીય સેનાએ પાકિસ્તાનના 50 ડ્રોનને ધરાશાઇ કરી દીધા છે.