પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલા દસ શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે થયેલી આ સામસામેની ટક્કરમાં 19 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં દાખલ કર્યા.

