રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે મંગળવારે (24 જૂન) કહ્યું કે, ‘કેટલીક ભાજપ શાસિત રાજ્યોની પોલીસ પશ્ચિમ બંગાળના બંગાળી ભાષી લોકોને ગેરકાયદે બાંગ્લાદેશી અપ્રવાસી ગણાવી કસ્ટડીમાં લઈ રહ્યા છે. અમને માહિતી મળી છે કે, ઈટાહાર (બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા ઉત્તર બંગાળના કૂચ બિહાર જિલ્લો)ના 300-400 લોકોને રાજસ્થાનમાં એક ઘરમાં બળજબરીથી બંધ કરાયા છે. તેઓ બંગાલી ભાષા બોલતા હોવાથી તેઓને બાંગ્લાદેશી ગણાવ્યા છે. જોકે તેઓએ પોતાનો ઓળખપત્ર દેખાડ્યા છે.’

