
કોંગ્રેસ નેતા શશિ થરૂરે રશિયા-યુક્રેન વોર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતના વલણનો વિરોધ કરીને હું મૂર્ખ બન્યો છું. ભારતે જે નીતિ અપનાવી હતી, તેના લીધે આપણે સ્થાયી શાંતિ સ્થાપિત કરવા સક્ષમ બન્યા છે. થરૂરના આ નિવેદનથી વિપક્ષ કોંગ્રેસમાં ઘમસાણ થવાની અટકળો વહેતી થઈ છે.
કેન્દ્ર સરકારના વખાણ કરતાં જોવા મળ્યા
એનડીએ સરકારનો સતત વિરોધ કરનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા થરૂરે થોડા વર્ષ પહેલાં અગાઉ યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારતના વલણની ટીકા કરી હતી. પરંતુ હવે તે કેન્દ્ર સરકારના વખાણ કરતાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, હું હજુ પણ મારા ભૂતકાળના નિવેદન બદલ દિલગીર છું. સંસદીય વિવાદમાં મેં એકમાત્ર વ્યક્તિએ ફેબ્રુઆરી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત સરકારના વલણની ટીકા કરી હતી. તેમજ તેનાથી યુક્રેન અને યુક્રેનના સમર્થકો નારાજ થવાની વાત કરી હતી.
PM મોદીના પ્રયાસોથી શાંતિ સ્થાપિત થઈ
રાયસીના ડાયલોગમાં શશી થરૂરે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સરકાર વિરુદ્ધ ટીકા એટલા માટે કરી હતી કે, કારણકે, હુમલો યુક્રેન પર નહીં સમગ્ર યુરોપિયન યુનિયન દેશોના હિતો પર થયો હતો. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવા માટે બળનો પ્રયોગ કરે છે. પરંતુ વાસ્તવમાં વડાપ્રધાન મોદીના પ્રયાસોથી બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થઈ રહી છે. આપણી પાસે એવા વડાપ્રધાન છે જે યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિને બંનેને મળી શકે છે. બંને નેતા તેમની વાત સાંભળે અને સ્વીકારે પણ છે.
ભારત શાંતિ સૈનિક મોકલવા વિચારે
થરૂરે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે, હું વિપક્ષમાં છું. ભારત સરકાર તરફથી બોલવાનો અધિકાર નથી. પરંતુ મારું માનવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા પર હસ્તાક્ષર થાય તો ભારત ત્યાં શાંતિ દૂત તરીકે સૈનિકો મોકલવા વિચારી શકે છે. ભૌગોલિક તેમજ રશિયાની શરતને આધિન ભારત શાંતિ સૈનિક મોકલી શકે છે. રશિયાએ સ્પષ્ટતા કરી હતી કે, તે નાટો દેશોમાંથી આવતા શાંતિના દૂત(સૈનિકો)નો સ્વીકાર કરશે નહીં. એટલે યુરોપની બહારના દેશોએ શાંતિ દૂત મોકલવા પડશે.
https://twitter.com/surendranbjp/status/1902221480764830124
ભારતે 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો
થરૂરે કહ્યું હતું કે, ભારતે અગાઉ 49થી વધુ શાંતિ મિશનમાં સહયોગ આપ્યો છે. આ શાંતિ મંત્રણા માટે ભારતનો પ્રયાસ કારગર સાબિત થશે તેવા સંકેતો પણ મળ્યા છે. 2003માં ઈરાકમાં પણ શાંતિ દૂત તરીકે ભારતીય સૈનિકો મોકલવામાં આવ્યા હતા.