Home / India : Why do crew members sit with their hands tied during flight takeoff

Ahmedabad Plane Crash / ફ્લાઈટ ટેકઓફ દરમિયાન હાથ બાંધીને કેમ બેસે છે ક્રૂ મેમ્બર્સ? શું છે નિયમ?

Ahmedabad Plane Crash / ફ્લાઈટ ટેકઓફ દરમિયાન હાથ બાંધીને કેમ બેસે છે ક્રૂ મેમ્બર્સ? શું છે નિયમ?

અમદાવાદના વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ અચાનક થોડી જ મિનીટમાં ક્રેશ થઈ ગઈ. આ ફ્લાઈટ લંડન જઈ રહી હતી, જેમાં લગભગ 242 લોકો હતા. આ અકસ્માતમાં ક્રૂ મેમ્બર્સ સહિત તમામ મુસાફરોનો જીવ ગયો છે. વિમાન દુર્ઘટનામાં ફક્ત 1 મુસાફર બચી ગયો. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનમાં બનેલી આ દુ:ખદ ઘટના ભારતના કાળા દિવસોમાંની એક બની ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ઘટના પછીથી ફ્લાઈટ ક્રેશના કારણો શોધવામાં આવી રહ્યા છે. આમાં, કેબિન ક્રૂ દ્વારા અનુસરવામાં આવતા સેફ્ટી પ્રોટોકોલ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો તમે વિમાનમાં મુસાફરી કરી હોય, તો તમે ક્યારેક જોયું હશે કે ફ્લાઈટ એટેન્ડન્ટ ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન બંને હાથ સાથળ નીચે રાખીને સીધા બેસે છે. પરંતુ શું આ સામાન્ય છે કે તેની પાછળ કોઈ નિયમ છે, જેને ક્રૂ ફોલો કરે છે? ચાલો જાણીએ.

તેઓ આ સ્થિતિમાં કેમ બેસે છે?

ટેકઓફ દરમિયાન, ક્રૂ મેમ્બર્સે સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવું પડે છે. જ્યારે વિમાન ટેકઓફ અથવા લેન્ડ કરતું હોય છે, ત્યારે બધા ક્રૂ મેમ્બર્સે તેમની સીટ પર બેસવું પડે છે અને તેમના બંને હાથ સાથળ નીચે દબાવી રાખવા પડે છે. આ એક ખાસ પોઝિશન છે, જે સંદેશ આપે છે કે તેઓ કોઈપણ ઈમરજન્સી માટે તૈયાર છે. આને બ્રેસ પોઝિશન (Brace Position) કહેવામાં આવે છે. આને સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોસેસ કહેવામાં આવે છે, જે ક્રૂને અથડામણ અથવા જોરદાર આંચકાથી બચાવવામાં મદદ કરે છે.

બ્રેસ પોઝિશન શું છે?

આ બ્રેસ પોઝિશન પાછળનો હેતુ એ છે કે ક્રૂ મેમ્બર્સ તેમના શરીરના ભાગોને વધુ સુરક્ષા પૂરી પાડી શકે છે. જ્યારે ક્રૂ તેમના હાથ સાથળ નીચે રાખે છે, ત્યારે તે તેમના હાથ અને ખભાને સપોર્ટ આપે છે અને તેમને સુરક્ષિત રાખે છે. આનાથી તેમના હાથને ઈજા થવાની શક્યતા પણ ઓછી થાય છે. બ્રેસ પોઝિશનમાં, ક્રૂ મેમ્બર્સને કરોડરજ્જુને પણ સપોર્ટ મળે છે અને શરીરનો નીચેનો ભાગ સ્થિર રહે છે. ઘણી વખત ફ્લાઈટ એટેન્ડન્ટ્સને અચાનક આંચકાને કારણે ગંભીર ઈજાઓ થઈ છે. આવી સ્થિતિમાં, જે આ પોઝિશનમાં બેસે છે તેને માથા અને ગરદન પર આંચકો લાગવાની શક્યતા ઓછી હોય છે.

ટ્રેનિંગ દરમિયાન શીખવવામાં આવે છે

ક્રૂ મેમ્બર્સને તેમની ટ્રેનિંગ દરમિયાન સેફ્ટી પોઝિશન વિશે જણાવવામાં આવે છે. તેમને નિયમિતપણે આવી પ્રેક્ટિસ કરવી પડે છે જેથી તેઓ ઈમરજન્સીમાં સુરક્ષિત રહી શકે. આ પાછળનો બીજો હેતુ એ છે કે, ક્રૂની ફક્ત પોતાની જવાબદારી જ નથી, પરંતુ તેમની પાસે વિમાનમાં બેઠેલા તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાની પણ જવાબદારી છે. તેથી, પહેલા તેઓ પોતાને સુરક્ષિત રાખે છે, જેથી જરૂર પડે તો તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.

Related News

Icon