
Kutch News: કચ્છમાંથી સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતોથી છેતરપિંડી કરતા 2 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના ભુજમાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણની 500 નોટના બંડલનું વિડિઓ અપલોડ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા શખ્સો ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફૈઈમ અબ્દુલગની ચાકીની ધરપકડ કરી છે. ભુજમાં આવેલ અકબર કેવરના ફાર્મ હાઉસ પર છેલ્લા એક વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવીને બંને આરોપીઓ ગુનો આચરતા હતા. અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ Maheshsoni નામની આઇ.ડી. તથા ફેઇમ અબ્દુલગનીએ bhavesh soni નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી છેતરપિંડી આચરતા હતા. આરોપી વિરુદ્ધ ભુજ બી ડીવીઝન સ્ટેશનમાં BNS ની કલમ તળે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.