Last Update :
20 May 2024
- ટેકનોપુરાણ
ભારતમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પત્નીઓ મોડા આવતા પતિને જેવી રીતે શકની નજરે જુએ, બસ એજ રીતે રાજનૈતિક પાર્ટીઓ ઈવીએમને જુએ છે. કઈ પાર્ટીને ઈવીએમ પર ભરોસો છે અને કોને નથી એતો પરિણામ પરથી જ ખબર પડશે. પણ આપણે એ બધા લફડામાં નથી પડવું કેમ કે,રાજનીતિક પક્ષોનું તો કામ છે શક કરવો અને ફરી એના પર ભરોસો કરવો. આપણે એ જાણીએ કે આ ઈવીએમ નામનું રમકડું કામ કેવી રીતે કરે છે.
ઈવીએમનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે. EVMમાં બે યુનિટ હોય છે - કંટ્રોલ યુનિટ અને બેલેટિંગ યુનિટ. આ બંને એક કેબલ દ્વારા જોડાયેલા છે. ઇવીએમનું નિયંત્રણ એકમ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે હોય છે, જેને પોલિંગ ઓફિસર તરીકે પણ ઓળખવામાં આવે છે. બેલેટિંગ યુનિટ એક અલગ મતદાન કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવે છે, જ્યાં લોકો પોતાનો મત આપે છે. મતદારની ગોપનીયતા માટે સામાન્ય રીતે બેલેટીંગ યુનિટ ચારે બાજુથી પુંઠાથી ઢાંકી દેવામાં આવે છે.
બેલેટિંગ યુનિટમાં જે મત આપવામાં આવે છે એ તમામ માહિતી કંટ્રોલ યુનિટમાં સંગ્રહિત થાય છે. અને આ કંટ્રોલ યુનિટમાંથી જ છેલ્લે મતગણતરી કરવામાં આવે છે. પણ આ બંને મશીનો કેવી રીતે કામ કરે છે એ જાણીએ.આ મશીનોમાં વપરાતા પ્રોગ્રામ (સોફ્ટવેર)ને વન ટાઈમ પ્રોગ્રામેબલ (OTP)/માસ્ક્ડ ચિપમાં બર્ન કરવામાં આવે છે જેથી કરીને તેમાં ફેરફાર કે ચેડાં કરી શકાય નહીં. વધુમાં, આ મશીનો વાયર દ્વારા અથવા વાયરલેસ દ્વારા અન્ય કોઈપણ મશીન અથવા સિસ્ટમ સાથે નેટવર્ક નથી. તેથી, તેના ડેટા કરપ્શનની કોઈ શક્યતા નથી.
EVMનું સોફ્ટવેર BEL (સંરક્ષણ મંત્રાલય PSU) અને ECIL (પરમાણુ ઉર્જા મંત્રાલયના PSU) માં એન્જિનિયરોના પસંદ કરેલ ટિમ દ્વારા સ્વતંત્ર રીતે એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસાવવામાં આવે છે. 2-3 ઇજનેરોનું પસંદ કરેલ સોફ્ટવેર ડેવલપમેન્ટ જૂથ સોર્સ કોડ ડિઝાઇન કરે છે અને આ કામ પેટા-કોન્ટ્રેક્ટેડ નથી હોતું. સૉફ્ટવેર ડિઝાઇન પૂર્ણ થયા પછી, સૉફ્ટવેર આવશ્યકતા સ્પષ્ટીકરણો (SRS) મુજબ સ્વતંત્ર ટેસ્ટિંગ ટિમ દ્વારા સૉફ્ટવેરનું પરીક્ષણ અને મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. આવા મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂરા થયા પછી, સોર્સ પ્રોગ્રામ કોડનો મશીન કોડ માઇક્રો કંટ્રોલરમાં લખવા માટે માઇક્રો કંટ્રોલર ઉત્પાદકને આપવામાં આવે છે. આ મશીન કોડમાંથી, સ્રોત કોડ વાંચી શકાતો નથી. પીએસયુના સોફ્ટવેર જૂથની બહારના કોઈને પણ સોર્સ કોડ ક્યારેય સોંપવામાં આવતો નથી.
માઇક્રો કંટ્રોલર ઉત્પાદક શરૂઆતમાં PSU ને મૂલ્યાંકન માટે એન્જિનિયરિંગ નમૂનાઓ પ્રદાન કરે છે. આ નમૂનાઓ EVMમાં એસેમ્બલ કરવામાં આવે છે, કાર્યક્ષમતા માટે મૂલ્યાંકન અને ચકાસણી કરવામાં આવે છે. પીએસયુ દ્વારા જથ્થાબંધ ઉત્પાદનની મંજૂરી આ ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી જ માઇક્રો કંટ્રોલર ઉત્પાદકને આપવામાં આવે છે. EVM માટેનો સોર્સ કોડ હંમેશા કંટ્રોલ કન્ડિશનમાં રાખવામા આવે છે. EVMનું કંટ્રોલ યુનિટ કોઈપણ જાતના ઈંટરનેટ કે બ્લૂટૂથથી કનેક્ટ થઈ શકતું નથી. આથી વાયરલેસ રીતે EVM ને હેક કરવું અશક્ય છે.
યુરોપ અને પશ્ચિમી દેશોમાં કેમ EVM નથી વપરાતું?
ઘણીવાર અમુક લોકો આજ તર્ક આપતા હોય છે કે પશ્ચિમી દેશોમાં કેમ EVM નથી વપરાતું અને આ બાબતે ભારતના ચૂંટણીપંચે તર્ક આપ્યો છે કે ભારતનું EVM સ્ટેન્ડ અલોન છે અને વિદેશોમાં વપરાતા EVM કરતાં અલગ છે.
- મહેશ રાજગોર
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.